Home Gujaratiઆજના સૉકૉલ્ડ લિરિક્સ રાઈટર્સ

આજના સૉકૉલ્ડ લિરિક્સ રાઈટર્સ

by Devardhi
0 comments

IMG-20200407-WA0001
યૂટ્યૂબ જેવા માધ્યમોને કારણે ,લિરિક્સ રાઇટર રૂપે ચમકવાની હોડ મચી છે . સારા લોકો અને વિચિત્ર લોકો વચ્ચેનો ફરક સમજવાનું મુશ્કેલ થઈ ગયું છે .

શું શું થઈ રહ્યું છે તે જુઓ .

+ વર્ષોપૂર્વે લખાયેલ આત્મપ્રક્ષાલનમાંથી કલ્પનાઓની ચોરી થાય છે અને એ ચોરીની રચના મશહૂર થઈ જાય છે.
+ હું છું તમારોના ઓડિયોમાંથી રચનાકારનો ઉલ્લેખ કટ કરી દેવામાં આવે છે થર્ડ પાર્ટીઓ દ્વારા . નંદપ્રભાનું નામ ઉડાવી દેવામાં કોઈ સંકોચ નથી રહેતો . આભાર પ્રદર્શનની વૃત્તિ પણ નથી જોવા મળતી .
+ મૂળ ગીતની એકાદ પંક્તિ ઉપાડી લેવાય છે અને બાકી નવા શબ્દો ઉમેરાઈ જાય છે . સંસ્કૃત સાહિત્યમાં એક પાદપૂર્તિકલા શીખવા મળે છે જેમાં અન્ય રચનાકારની એકાદ પંક્તિ લઈને એના આધારે  શેષ  કાવ્ય કે શ્લોકનું અનુસર્જન કરવાનુું હોય છે . પણ આજકાલ જે થાય છે એમાં પાદપૂર્તિ  જેવી  ચમત્કૃતિ હોતી નથી .
+ આખેઆખા ગીતને થોડુંક બદલીને , ગીતલેખક તરીકે નવા કવિનું નામ મૂકાઈ જાય છે .
+ મૌલિક ગીતના વિચાર તત્ત્વની ચોરી થાય છે , ઠેર ઠેર .
આવું ઘણું થાય છે .
+ દરેક દીક્ષાપ્રસંગે અને મોટાપ્રસંગે નવા જ ગીતો લખાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . દર વખતે નવા ગીતો . આમાં જૈનગીતિસાહિત્યને વેઠવું પડ્યું છે . મૌલિકતા અને ગુણવત્તા ઘટી છે . ઉઠાંતરીઓ અને ચોરીઓ વધી છે . ફેસબુકની લાઈક્સ અને યુટ્યુબના વ્યૂઝ વધારવાનો મોહ ઊભરાઈ પડ્યો છે . પ્રામાણિકતા સાથે સરાસર બાંધછોડ થઈ છે .
+ લોકો નવાં ગીત મંગાવે છે પરંતુ કદીક ગીત લખી મોકલનારનો ઉપકાર યાદ રાખતા નથી , કદીક મોભો જાળવતા નથી , કદીક ગીતો વાપરતાય નથી .
+ સંગીતની સાચી સમજણ વિનાના એક મોટા વર્ગે હાલત એટલી બગાડી મૂકી છે આજે તાનસેન સાહેબ યુટ્યુબમાં આવે તો એમને પણ ઓછા જ વ્યૂઝ મળેલા દેખાય .
—————
પૂર્વ મહાપુરુષો કેટલા બધા પદો લખી ગયા છે ?
એકવાર જૈન ગૂર્જર કવિઓ આ પુસ્તકના દરેક ભાગ વાંચી લેવા જોઈએ . એ મહાપુરુષો સામે આપણે બધા શૂન્ય છીએ .
યુટ્યુબમાં મને કેટલા વ્યૂઝ મળ્યા
એવું એ મહાપુરુષોને વિચારવું પડ્યું નથી છતાં તેઓ અમર છે અને અમર જ રહેવાના છે .
——————–
આપણે ગાઈએ કે લખીએ ત્યારે ,
+ મારે મશહૂર થઈ જવું છે .
+ હું બહુ મશહૂર છું .
આ બે વિચારથી મુક્ત રહીએ તે ખૂબ જરૂરી છે . આ બે વિચારો , ઘણી ભૂલ કરાવે છે .
કરુણતા એ છે કે ભૂલ કરનારને ખબર જ નથી હોતી કે હું ભૂલ કરી રહ્યો છું . એને એમ જ લાગતું હોય છે કે હું શાસનસેવા કરું છું .
——————–
વર્તમાન સમયમાં
સાચા , સમર્થ અને સક્ષમ સર્જકો ઘણા છે તેઓ
જૈન ગીતિ સાહિત્યનું નામ ખરેખર ઉજાળી રહ્યા છે .
એમને સૌને શત શત વંદન .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.