Home Gujarati૧૮ . રામરાજ્યનો નવો અવતાર

૧૮ . રામરાજ્યનો નવો અવતાર

by Devardhi
0 comments

રાજકથા

તેઓ છ શિષ્યોના ગુરુ હતા .
+ વિ.સં.૨૦૦૨માં માગસર સુદ ચોથે અમદાવાદનિવાસી પોપટલાલભાઈની દીક્ષા પાડિવમાં થઈ . તેઓ બન્યા પ્રથમ શિષ્ય . નામ : મુનિશ્રી પ્રવિણવિજયજી .
+ વિ.સં.૨૦૧૭માં વૈશાખ વદ બારસે સીપોરનિવાસી બબલદાસભાઈની દીક્ષા સીપોરમાં થઈ . તેઓ બન્યા દ્વિતીય શિષ્ય . નામ : મુનિશ્રી બાહુબળ વિજયજી .
+ વિ.સં.૨૦૨૧માં માગસર સુદ ચોથે ઉમેટા નિવાસી મનુભાઈની દીક્ષા વાવમાં થઈ . તેઓ બન્યા તૃતીય શિષ્ય . નામ : મુનિશ્રી મનોબળ વિજયજી .
+ વિ.સં.૨૦૨૭માં માગસર સુદ છઠે પાલિતાણાનિવાસી વનમાળીદાસભાઈની દીક્ષા અમદાવાદમાં થઈ . તેઓ બન્યા ચતુર્થ શિષ્ય . નામ : મુનિશ્રી વજ્રબળ વિજયજી .
+ વિ.સં.૨૦30માં મહા સુદ છઠે જૂના ડીસા નિવાસી વિનોદભાઈની દીક્ષા પાટણમાં થઈ . તેઓ બન્યા પંચમ શિષ્ય . નામ : મુનિશ્રી વિનયબળ વિજયજી .
+ વિ.સં.૨૦૩૪માં વૈશાખસુદ પાંચમે કચ્છ માંડવીનિવાસી હર્ષદભાઈની દીક્ષા પિંડવાડામાં થઈ . તેઓ બન્યા છટ્ઠા શિષ્ય . નામ : મુનિશ્રી હર્ષતિલક વિજયજી મ .
આ શિષ્યોમાં પણ ગુરુ જેવો જ તપપ્રેમ , ક્રિયારસ , આત્મબોધ અને આરાધકભાવ વસ્યો હતો .
——————
તેમનાં વ્યાખ્યાનોમાં સાદગી અને તાજગી હતી . તેમનો અવાજ પહાડી . તેમની વાતો સીધી સરળ . સ્વાભાવિક રીતે જ તપની પ્રેરણા ઘણી આપતા . ભક્તોની મોટી ફૌજ બની ગઈ હતી . શેષકાળમાં પણ વિનંતીઓની પરંપરા ચાલી આવતી . દરવરસે ચોમાસાની ઘણી વિનંતીઓ રહેતી . વિ. સં. ૨૦૩૪નું ચોમાસું રાજપુર થયું તે પછીનાં દરેક વરસમાં શેષકાળ હોય કે ચોમાસું હોય – એક વાત પાક્કી રહેતી દરેક ઓળીનાં પારણાને એક ઉત્સવનું રૂપ અપાતું . સંઘમાં ઓચ્છવ યોજાતો , સામૂહિક આંબેલ થતાં , દૂરદૂરના સંઘો વિનંતી કરવા આવતા .

પોતાની નામના બને કે વધે એવી કામના સૂરિભગવંતનાં મનમાં ક્યારેય રહેતી નહીં . ભક્તો કામકાજ પૂછે તો એમને કહેવા માટે સૂરિભગવંત પાસે પોતાનું વ્યક્તિગત કામ હોય નહીં . ભક્તોને એમ હોય કે અમારે ગુરુદેવની પ્રેરણાનુસાર કોઈ કામ કરવું જ છે . સૂરિભગવંત ભક્તોને એક કામ ખાસ સૂચવતા . તે કામ હતું જીવદયા .

પશુઓ અને પંખીઓની જીવદયાનાં કાર્યો વધુમાં વધુ થાય એવી સૂરિભગવંતની પ્રેરણા રહેતી . દરેક પારણે કંઈકેટલાય જીવોને અભયદાન મળતું . વરસેદહાડે કેટલા જીવોને અભયદાન મળતું હશે એની ગણના ન થઈ શકે . ધીમેધીમે ભક્તગણમાં એક આદત જ બની ગઈ કે સૂરિભગવંતની નિશ્રામાં કાર્યક્રમ હોય એટલે જીવદયાનાં કાર્યો મોટાપાયે કરવાના જ હોય .

વિ.સં.૨૦૩૪ નું ચોમાસું રાજપુરમાં થયું .
વિ.સં.૨૦૩૫ નું ચોમાસું ગિરધરનગરમાં થયું .
વિ.સં.૨૦૩૬ નું ચોમાસું જૂના ડીસામાં થયું .
વિ.સં.૨૦૩૭ નું ચોમાસું પાડીવમાં થયું .
વિ.સં.૨૦૩૮ નું ચોમાસું બાલીમાં થયું .
વિ.સં.૨૦૩૯ નું ચોમાસું પિંડવાડામાં થયું .
વિ.સં.૨૦૪૦ નું ચોમાસું બરલૂટમાં થયું .
વિ.સં.૨૦૪૧ નું ચોમાસું કાલન્દ્રીમાં થયું .
વિ.સં.૨૦૪૨ નું ચોમાસું પાટણમાં થયું .
વિ.સં.૨૦૪૩ નું ચોમાસું રાજપુર-ડીસામાં થયું .
વિ.સં.૨૦૪૪ નું ચોમાસું રાજપુર-ડીસામાં થયું .
વિ.સં.૨૦૪૫ નું ચોમાસું ઉસ્માનપુરા – અમદાવાદમાં થયું .
વિ.સં.૨૦૪૬ નું ચોમાસું ઉસ્માનપુરા – અમદાવાદમાં થયું .
વિ.સં.૨૦૪૭ નું ચોમાસું સાબરમતી – અમદાવાદમાં થયું . સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની છત્રછાયા હતી . ઘણા વરસો બાદ સાથે રહેવાનો અવસર મળ્યો હતો . હજી તો ચાતુર્માસ શરૂ થયું એટલામાં જ પીડાદાયક ઘટના
બની : અષાઢ વદ ચૌદસે શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા . અચાનક જ સમુદાયની પરિસ્થિતિ બદલાઈ . વાત્સલ્ય મહોદધિ પૂજ્યપાદ આ. શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા , ગચ્છાધિપતિ પદે બિરાજમાન થયા . ગચ્છાધિપતિ ભગવંતે શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજાની છત્રછાયામાં જ રહેવાનો સંકલ્પ લીધો . એમાંથી એક નવા રામનો જન્મ થયો .
રા = રાજતિલક સૂરીશ્વરજી મહારાજા
મ = મહોદય સૂરીશ્વરજી મહારાજા .
આ સૂરિભગવંતોની જોડીની છત્રછાયામાં સમુદાયને રામ રાજ્યનો અહેસાસ મળવા લાગ્યો .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.