Home Gujaratiશ્રી મુનિસુવ્રત ભગવાનના નવ ભવ

શ્રી મુનિસુવ્રત ભગવાનના નવ ભવ

by Devardhi
0 comments

શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિ‌યંમાં વિસ્તારથી લખાઈ છે . પ્રભુ રાજગૃહીમાં પધાર્યા તે પૂર્વે પ્રભુની આઠ ભવની યાત્રા થઈ . 
પ્રથમ ભવ : જંબૂદ્વીપ . ઐરવત ક્ષેત્ર . માકંદી નગરી . પિતા વિશ્વભૂતિ . માતા વિશ્વદત્તા . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શિવકેતુ . સૂરમુનિના સત્સંગથી પ્રેરણા પામીને માત્ર આઠ વરસની વયે આચાર્ય શ્રી ભુવનતુંગજી પાસે દીક્ષા લીધી . બાવીસ દિવસ દીક્ષા પાલન કર્યું એમાં છેલ્લા સાત દિવસ અનશન કર્યું . 
દ્વિતીય ભવ: પ્રથમ દેવલોકમાં દેવ બન્યા .
તૃતીય ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . પુષ્કલાવતી વિજય . વિશ્વપુર નગર . પિતા વિશ્વકાંત રાજા . માતા વિશ્વકાંતા રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ કુબેરદત્ત . પિતા વિશ્વકાંતે દીક્ષા લીધી . કુબેરદત્ત રાજા બન્યા . લાંબા સમય બાદ કુબેરદત્ત રાજાએ પિતામુનિ પાસે દીક્ષા લીધી .
ચોથો ભવ : તૃતીય દેવલોકમાં દેવ બન્યા .
પંચમ ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . ગંધાવતી વિજય . ગંધમાદનપુર નગર . પિતા વજ્રનાભિ રાજા . માતા શુભાવતી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ વજ્રકુંડલ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ એમણે આચાર્ય વિમલયશસૂરિજી પાસે દીક્ષા લીધી .
છટ્ઠો ભવ : પંચમ દેવલોકમાં દેવ બન્યા .
સપ્તમ ભવ : જંબૂદ્વીપ . ભરત ક્ષેત્ર . ચંદ્રપુર નગર . પિતા નરપુંગવ રાજા . માતા પુણ્યશ્રી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શ્રીવર્મ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ આચાર્ય શ્રી નંદનસૂરિજી પાસે દીક્ષા લીધી . વીશ સ્થાનક આરાધીને તીર્થંકર નામકર્મ બાંધ્યું . 
આઠમો ભવ : દશમા દેવલોકમાં દેવ બન્યા .
નવમ ભવ : દેવાધિદેવ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન્ .
પ્રભુની ભૂમિ પર પ્રભુને ભાવે જુહાર્યા . પરમ ધન્યતા .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.