६ . क्षुल्लक निर्ग्रन्थीय अध्ययन
——————–
१ . परिवार जनों पर का ममता भाव एवं अधिकार भाव कम करें .
२ . वस्त्र , बर्तन , साज , असबाब की ममता कम करें .
३ . स्व शरीर के प्रति आसक्ति कम करने का लक्ष बनाए .
——————
७ . उरभ्रीय अध्ययन
——————
१ . अनावश्यक पापों को छोड़ने का प्रयत्न करें .
२ . भौतिक आनंद प्रमोद की प्रवृत्तियों को कम करें .
३ . धर्म प्रवृतिओं में आनंद की अनुभूति बनाए .
——————-
८ . कापिलीय अध्ययन
——————-
१ . हंमेशा सोचिये कि मुझे मरने के बाद दुर्गति में नहीं जाना है .
२ . धन संचय की इच्छाओं का कोइ अंत नहीं है , याद रखें .
३ . कुछ खुशिया ऐसी भी है जिसमें धन का योगदान नहीं है .
—————-
९ . नमि प्रव्रज्या अध्ययन
—————-
१ . मुझे संघर्ष और संक्लेश से दूर रहना चाहिए .
२ . आकांक्षाओं को कम करने से संक्लेश कम हो जाते है .
३ . निसंग भाव और एकांत निवास से आत्म शुद्धि बढती है .
————-
१० . द्रुम पत्रक अध्ययन
————-
१ . अप्रशस्त राग एवं उसके आलंबन से बचना चाहिए .
२. प्रशस्त राग एवं उसके आलंबन के साथ जुड़े रहना चाहिए .
३ . राग रहित मनोदशा के लिए विशेष मन: शुद्धि करनी चाहिए .
————–
११ . बहुश्रुत पूजा अध्ययन
————–
१ . धर्म का ज्ञान बढ़ाते रहे लेकिन धर्म-ज्ञान का अहंकार न करें .
२ . ऐसा बोध हांसिल कीजिये कि मोक्ष के विषय में अधिक चिंतन कर सके .
३ . ज्ञानी की निंदा न करें . ज्ञानी की निंदा न सुनें .
ज्ञानी की सेवा का लाभ लें .
१ . विनय-श्रुत अध्ययन
——————–
१ . स्वजन संबंधीओं की धार्मिक इच्छा का सन्मान करें .
२ . बुज़ुर्ग जनों की भावनाओं को आहत न करें .
३ . अन्य के दुष्ट वचन सुनकर मन को अशांत न होने दें .
——————–
२ . परिषह प्रविभक्ति अध्ययन
——————–
१ . दुःख आने पर सोचे कि मेरे पाप का नाश हो रहा है .
२ . सुख से आकर्षित होकर किसी धर्म प्रवृत्ति को छोड़ न दे .
३ . जिस के कारण दुःख मिला उसपर द्वेष न बनाए .
——————–
३ . चतुरंगीय अध्ययन
——————–
१ . प्रतिदिन कुछ नया धर्मबोध उपार्जित करें .
२ . धर्म श्रद्धा का स्तर ऊपर ऊपर बढ़ाते रहें .
३ . जो धर्म बाकी है उसे करने का लक्ष बनाए रखें .
——————–
४ . असंस्कृत अध्ययन
——————–
१ . धर्म क्रिया के प्रति आलस्य भाव न रखें .
२ . क्रोध – मान – माया – लोभ को कम करने के लिए मानसिक पुरुषार्थ करें .
३ . धार्मिक प्रवृत्ति को दोष रहित बनाए रखें .
——————–
५ . अकाम मरणीय अध्ययन
——————–
१ . कुछ समय सुख सामग्री के बिना खुश रहने की आदत बनाए .
२ . किसी एक या दो दुःख को हसते हसते सहने की कोशिश करें .
३ . रात को सोने से पूर्व – वोसिरामि – का प्रयोग करें .
श्री श्राद्धविधि ग्रंथ में फ़रमाया है कि –
जैन परिवार में आनेवाली संतान की सर्वप्रथम जिनपूजा को उत्सव का रूप मिलना चाहिए . जन्म लेने के बाद बालक जब पहेली बार जिनालय में आता है तो माबाप , उसके हाथों अष्टप्रकारी पूजा करवाते हैं , उत्सव मनाते हैं एवं विशेष मंत्रजाप करते हुए भगवान् को प्रार्थना करते है कि –
हमारे परिवार में यह जो नया जीव आया है वह आप की ही कृपा से आया है . इसे जो सांसे मिली है यह आप का उपकार है , इस पर आप ऐसी कृपा बरसाना कि आप को वह हर साँसों में याद रखें . आज यह बाल प्रथम बार आप को स्पर्श कर रहा है , आप ऐसी कृपा रखना कि आप को वह प्रतिदिन स्पर्श करे एवं आप की अनंत ऊर्जा का अंश उसे हंमेशा मिलता रहे .
श्री श्राद्धविधि ग्रंथ में यह भी फ़रमाया है कि
नवजात बालक को प्रतिदिन गुरु भगवंत के पास ले जाना चाहिए . गुरु भगवंत के श्रीमुख से हो रहे मंत्रोच्चार का श्रवण करने से पवित्र संस्कार का निर्माण होने लगता है , जिससे संतान का भविष्य सात्त्विक बनता है .
आप भी अपने घर में जब नई संतान आए तो उसे देव और गुरु , दोनों से अच्छी तरह जोड़ना .
જમવા બેસું છું . રોટલી , દાળ , ભાત , શાક , ને બીજું ઘણું ખાવા મળે છે . મોટો દિવસ હોય તો મીઠાઈ પણ મળે છે . જમવાનું છે એટલે પેટ ભરીને ખાવું છે . હું જમવા બેસું ત્યારે મને મીઠાઈ વધારે ભાવે એવું બને . મીઠાઈનો સ્વાદ અને તેના રંગરૂપ સરસ હોય છે . બીજી ઘણી બધી રસોઈનાં આકર્ષણમાં અને મીઠાઈનાં આકર્ષણમાં તાત્ત્વિક રીતે ફરક નથી . માનસિક રીતે ફરક છે .
તમે પેટ ભરવા માટે રસોઈ ખાઓ છો અને દિલ ભરવા માટે મીઠાઈ ખાઓ છો . મીઠાઈ ખાવાથી પેટ ભરાય છે પરંતુ એકલી મીઠાઈ જ ખાય અને દાળ , ભાત , શાક , રોટલીને અડે પણ નહીં તે માણસ બુદ્ધિનો બળદ ગણાય છે . તમારાં જીવનને આ નજરે તપાસો . તમે થોડાક લોકો સાથે લાગણીથી સંકળાયેલા છો . ઘણા બધા લોકો સાથે ઓળખાણથી સંકળાયેલા છો . આ હકીકતની સાથે એવું પણ છે કે તમે એકાદ વ્યક્તિ તરફ વિશેષ રીતે આકર્ષિત છો . તમારાં જીવનનો આધારસ્તંભ કે રોલમોડેલ તમે કોને માનો છો તે તો તમે જ કહી શકો . એ જે કોઈ પણ હોય તેને તમે આદર અને સન્માન આપો તે સારું છે . મીઠાઈ અને રસોઈનો ફરક હવે સમજવાનો છે .
તમને ગમતો આદમી એ તમારી મીઠાઈ છે . હજી સ્પષ્ટતાથી વિચારીએ તો તમે જેમના માટે સૌથી વિશેષ લાગણી રાખો છો તે તમારી મીઠાઈ છે . એ સિવાયના બીજા પરિવારજનો તો કેવળ રસોઈ છે . મીઠાઈ ખાવાની ના નથી . મીઠાઈ માટે રસોઈને તરછોડવાની ના હોય , એ મુખ્ય મુદ્દો છે .
મીઠાઈ અને રસોઈની થાળી એક જ હોય છે . પ્રિયજન અને પરિવારજન માટેનું ઘર તો એક જ હોય છે . તમે પ્રિયજનને પ્રેમ પ્રદર્શિત કરવા માટે પરિવારજનને તુચ્છકારો તે વહેવારુ નથી . તમારા પ્રિયજન સિવાયના તમામ લોકો માટે તમે પ્રિયજનને ફરિયાદ કરતા રહો છો તે તમારો પ્રેમ નથી , એ મૂર્ખામી છે . વધુ પડતી મીઠાઈ ખાઈએ પછી ઉબ આવી જાય છે . રોટલી રોજ ખાઈએ છીએ અને ભાવે છે . રસોઈને વફાદાર રહેનારને જ મીઠાઈનો ખરો સ્વાદ મળે છે . પરિવારજનોને સાચવનારાને જ પ્રિયજનનો સાચો પ્રેમ મળે છે .
એકાદ વ્યક્તિને અંગત રીતે વધારેપડતું મહત્ત્વ આપી દેવાથી બાકીના પરિવારજનોનું આત્મસન્માન તૂટી જતું હોય છે . મીઠાઈનું આકર્ષણ કબૂલ . વ્યક્તિ વિશેષનું સામીપ્ય કબૂલ . વહેવારમાં સમતુલા ન જ તોડી શકાય . તમે જે સંબંધ દ્વારા આત્મસંતોષ મેળવી રહ્યા છો તે સંબંધ દ્વારા જ વગર કારણે કોઈ નિરપરાધી વ્યક્તિનો આત્મસંતોષ ઘવાતો હોય એવું પણ બનતું હોય છે . આ વાત તમે ન સમજી શકો તો તમારા જીવનમાં મોટી આંધી આવવાની છે તે નક્કી સમજજો . આ મામલો તમારી લાગણીની અભિવ્યક્તિનો છે .
તમને લાગણી હોય તે જુદી વાત છે . તમારી લાગણીની અભિવ્યક્તિ ખોટી રીતે થતી હોય છે તે તમને કેમ નથી સમજાતું ? તમે જીવન જીવો છો તે દ્વારા , તમે વર્તમાનમાં જે કરો છો તે દ્વારા , આસપાસના લોકોને તમારા તરફથી સતત કાંઈ ને કાંઈ મળતું રહે છે . તમારા મનમાં જે ભાવના છે તે તેમની માટે દુઃખદાયક ન બનવી જોઈએ . તમારી ભાવનાની અભિવ્યક્તિ તેમની માટે દુઃખદાયી નિવડવી જોઈએ નહીં . તમને લાગણીથી બંધાવાની અને લાગણીમાં બાંધવાની ઉભયપક્ષી સ્વતંત્રતા ભલે મળી . તમારી લાગણી દ્વારા અંતરંગ પરિવારજનોમાં ગેરસમજ ઊભી થાય એવું પાપ તમે ના કરતા .
કોઈને પોતાની ઉપેક્ષા ગમતી નથી . અલબત્ત , ઉપેક્ષા કરનારો જાણી જોઈને ઉપેક્ષા કરે છે તેવું પણ નથી . પ્રશ્ન કેવળ પસંદગીનો છે . તમારી માટે લાગણીની ભૂમિકાએ કોઈ વ્યક્તિ મહત્ત્વની હોય તો પણ વહેવારનાં સ્તરે મોટી અસમતુલા ઊભી થવા દેશો નહીં . રોટલી અને મીઠાઈની જેમ બધાને એક જ થાળીના મેમ્બર સમજો .
તમારી સાથે વાતો કરનાર દશ – બાર માણસોને તમે જે કહેવા માંગો છો તે કહી દો છો . તમને લાગે છે કે તમારે કહેવાનું હતું તે તમે કહી દીધું છે . તમે બોલી ગયા તે બધું બરોબર હતું એમ માનીને તમે ચાલો છો . તમને ખબર નથી . તમે બોલવા માંગો છો તે વાત અને તમે બોલી રહ્યા છો તે વાત એક હોતી નથી .
તમે બોલો છો તેમાં તમારા શબ્દો અને તમારી દેહમુદ્રા ( બોડી લેંગ્વેજ ) મોટો ભાગ ભજવે છે . તમે હા પાડો છો તેમાં ના પણ વાંચવા મળે . તમે ના પાડો છો તેમાં હા પણ વાંચવા મળે . તમે બોલી શકો છો તેમાં તમારો આવેશ ઊભરાતો હોય . તમે બોલો તેમાં તમારો રાજીપો અને તમારી નારાજગી જોડાય . તમે શું બોલો છો તે અગત્યનું છે . તમે કંઈ રીતે તમે બોલો છો તે પણ અગત્યનું છે . કોઈ વાતમાં તમારો સહકાર જાહેર કર્યો હશે તે હકીકતમાં તમારો વિરોધ હોઈ શકે છે . તમે કોઈ મુદ્દે વિરોધ કર્યો હોય તે હકીકતમાં સ્વીકારની જાહેરાત હોઈ શકે છે .
તમે નાના બાળક નથી . મનમાં આવે તે જેમનું તેમ બોલવાની પ્રકૃતિ નથી તમારી . તમે બોલો છો તે પાછળ તમારી ચોક્કસ ધારણા હોય છે . તમે જે નથી બોલવા માંગતા તેની માટે પણ તમારો પોતાનો તર્ક હોય છે . તમને લાગતું હોય કે તમારી અઘોષિત ધારણા અને મનોગત તર્ક છૂપા રહે છે તો એવું નથી હોતું . તમે કહો નહીં તો પણ તમારાં મનની વાત વ્યક્ત થઈ જ જાય છે . તમે કેવળ તમારા શબ્દો દ્વારા તમારો બચાવ કરી શકતા નથી . તમે જે કાંઈ બોલ્યા તેમાં અક્ષરો અને વાક્યો તો ભાષાનાં સ્તરે બન્યા હતાં . તમે જે રીતે બોલ્યા તેમાં ભાવનાનું સ્તર પણ હશે . તમને લાગે છે કે તમારી ભાવનાઓમાં શું છે અને શું નથી તેની સામા માણસને ખબર નથી પડવાની . બોલતી વખતે તમે કેવી ભાવના સાથે બોલો છો તે સામા માણસને સમજાશે જ . સામો માણસ તમારી વાત સાંભળીને તમને સમજતો નથી . એ તમારા શબ્દોની ભીનાશ કે ખારાશ પામે છે . બોલનાર માટે નિયમ નથી કે એ મનમાં હોય તે જ બોલે . મનમાં ન હોય તેવું પણ બોલી જવાય છે . સાંભળનારનું પણ એવું જ છે . સાંભળનારો જે બોલાયું હોય તેને જ તે સાંભળે છે તેવું નથી .
સાંભળનારો પોતાનાં મનમાં ચાલતા વિચારોમાં રમતો હોય છે . એને તમે શું બોલો છો તેમાં રસ ઓછો છે . એને તમારી પાસેથી જે સાંભળવા મળે છે એમાં રસ છે . તમે બોલો છો તેમાં તમારો રસ કામ કરે છે . તમે બોલશો તેમાં તમારું મન ના પણ જોડાયું હોય . સામા માણસને શું સાંભળવું છે તેની કલ્પના તમને ન હોય અને તમારે જે બોલવું છે તે તમારી રજૂઆત દ્વારા સો ટકા સ્પષ્ટ ન થતું હોય તો તમારા શબ્દો જરૂર એળે જવાના છે . તમારી વાતોમાંથી કોઈ અધૂરપ શોધી કાઢવામાં આવે છે તે તમને સમજાતી નથી કેમકે તમારે શું બોલવું છે અને સામા માણસને શું સાંભળવું છે એની સમજૂતી તમારાં મનમાં થઈ હોતી નથી . તમે અવાજ અને શબ્દોનો મેળ ગોઠવીને વાત કરો છો તો વાતચીત કહેવાય . તમે શબ્દો અને ભાવનાનો સુમેળ રચીને બોલો તે સંવાદ કહેવાય . તમે વાતચીત કાયમ કરો છો . તમે સંવાદ જવલ્લે જ સાધો છો .
ઉમાશંકર જોશીના શબ્દો છે : પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે . લાગણી અને સદ્ભાવની વ્યાખ્યા માણસે માણસે બદલાય છે . તમે લાગણીની અભિવ્યક્તિ માટે શબ્દો , વહેવાર અને વસ્તુઓનો ઉપયોગ કરો છો . તમે લાગણીની અનુભૂતિ શબ્દો દ્વારા , વહેવાર દ્વારા , અને વસ્તુઓ દ્વારા પામો છો . શબ્દો વહેવાર અને વસ્તુ કરતાં લાગણી તદ્દન અલગ છે તે તમે સમજો છો .
લાગણી નામનો સંબંધ થોડાક માણસો સાથે હોય છે . તમને બધા જ માણસો માટે એક સરખી લાગણી રહેતી હોય તો તમે ભગવાન્ અથવા પાગલ બેમાંથી એક છો . તમે ભગવાન્ નથી . તમારે પાગલ રહેવાની જરૂર નથી . તમારી લાગણી ચોક્કસ વ્યક્તિઓ સાથે જ કેળવાયેલી છે . તમારે આ લાગણી ઉપર તમારી સભાનતાને બીછાવવાની છે . લાગણી તો ઊંચા પહાડ પરથી કૂદતાં ઝરણાં જેવી છે . તે ધસમસાટ વહેતી જાય છે . તેને રોકાતી નથી . તેના પર અંકુશ રાખતા નથી આવડતું તમને . લાગણીમાંથી અપેક્ષાઓ જાગે છે . લાગણીની લેવડદેવડમાંથી અહંકાર જાગે છે . લાગણીની અભિવ્યક્તિ પછી અધિકાર ભાવ આવે છે . લાગણીને કેવળ લાગણી તરીકે જ જોવાની હોય . અપેક્ષા અને લેવડદેવડ અને અધિકાર લાગણીમાંથી નીપજે છે . એ લાગણીના અવિષ્કાર છે . એમને લાગણીના પૂર્ણ રૂપ તરીકે જોવાની ભૂલ કરાય નહીં . લાગણી કેવળ લાગણી છે . લાગણીને અપેક્ષામાં બાંધી લેશો નહીં . લાગણીને લેવડદેવડના બંધારણમાં જકડી લેશો નહીં . લાગણીમાં અહંકારની જમાવટ થવા દેશો નહીં .
લાગણીની ભાષામાં શબ્દોનું કામ નથી હોતું . લાગણીનું ઘડતર સ્વાર્થની બાદબાકી દ્વારા જ કરી શકાય છે . તમારો સ્વાર્થ સાધી આપે , તમારો અહં કે તમારી અપેક્ષાને સાચવી લે તેની સાથે જ લાગણી હોય તો વાત આખી ખોટી ઠરે છે . લાગણીની દુનિયામાં વિશ્વાસ હોય . સુખ આવશે તો વહેંચી લઈશું અને દુઃખ આવશે તો સાથે રહીશું એ લાગણીની સમજ છે . એકબીજાની ભૂલને માફ કરવાની અને એકબીજાનો સાથ જાળવીને પોતપોતાની ભૂલ સુધારવાની તૈયારી તે લાગણી . સારા કામમાં સો ટકાનો ટેકો . ખરાબ કામમાં પ્રેમાળ વિરોધ . સલાહ માંગવામાં શરમ નહીં . માફી માંગવામાં સંકોચ નહીં . પોતાની વાત છોડવામાં ખચકાટ નહીં . પોતાની બાદબાકી કરીને સાથીદારનો સાચો વિચાર કરવાની ઉત્કંઠા . આ લાગણી છે . માંગ્યા પછી ન મળે તેવી વસ્તુઓ માટે તૂટી જનારો સંબંધ એ લાગણી નથી . ક્ષુલ્લક અપેક્ષાઓ માટે સંઘર્ષ વહોરી લેનારો મનોભાવ લાગણી ન હોઈ શકે . લાગણી આપવામાં માને , પકડાવી દેવામાં નહીં . લાગણી પામવાની વસ્તુ છે , મેળવવાની નહીં .
લાગણી જીવવાની હોય છે , બતાવવાની નથી હોતી . લાગણી અંદર વસતો આત્મા છે . એ શરીર કે ભાષા નથી . લાગણીની અંતરંગ અનુભૂતિ તરીકે માવજત કરશો તો તમને સંબંધોમાં કોઈ અડચણ આવશે નહીં . લાગણીને હક અને મોટાઈનો મામલો બનાવશો તો ડગલેપગલે હેરાન થયા કરશો .
તમારી સાથે સંકળાયેલી વ્યક્તિઓ લાગણી રાખે છે . બંને પક્ષે અને બેમાંથી એક પક્ષે લાગણીનું અર્થઘટન ખોટી રીતે થયું હશે તો તમારા હાથમાં દુઃખ અને નિરાશા આવશે . પોતાની લાગણી યોગ્ય રીતે નહીં ઘડો અને બેફામ બનીને વહેવાર ચલાવતા રહેશો તો સામા પક્ષે સંબંધ તૂટશે અને તમારા પક્ષે સંબંધ બગડશે . છેવટે તમે દીનહીનભાવે સુરેશ દલાલના શબ્દો બોલશો :
મારે નવા સંબંધો બાંધવા નથી
મારે તૂટેલા ધાગા ફરી સાંધવા નથી .
તમારી પાસે અવાજ છે . જનાવર પાસે પણ અવાજ છે . તમારી પાસે શબ્દો છે . જનાવર પાસે શબ્દો નથી . તમે માણસ છો માટે તમારી પાસે બોલવાની આવડત છે . માબાપ દ્વારા બોલવાનું શીખ્યા બાદ તમે એટલું બધું ફાસ્ટ બોલો છો કે હવે માબાપ જ તમારી સમક્ષ બોલી શકતા નથી . તમારાં મોઢે થનારી વાતો દ્વારા તમારું વ્યક્તિત્વ જાહેર થાય છે . તમે સુંદર વાતો કરો છો તો તમે સુંદર વ્યક્તિમત્તા ધરાવો છો . તમે કડવી વાતો કરો છો તો તમારા દ્વારા ખુદ તમારી જ છાપ બગડી રહી છે .
તમે બોલો તે તમારી તાકાત પણ છે અને કમજોરી પણ છે . તમે સાચવીને સારી વાત રજૂ કરો છો તો તમારો શબ્દ તમારી તાકાત બની જાય છે . તમે આડેધડ રજૂઆત કરી દો છો તો તમારો શબ્દ તમારી કમજોરી બની જાય છે . પહેલાં વિચારવું , પછી બોલવું આ ઉત્તમ માણસોનું વલણ છે . પહેલાં બોલી નાંખવું , પછી વિચારવું આ સાધારણ માણસોનું વલણ છે .
તમે એક દિવસમાં કેટલી વાતો કરો છો તેનો તમારી પાસે કોઈ હિસાબ નથી . ગઈકાલે આખા દિવસ દરમ્યાન તમે કેટલા કલાક બોલ્યા તે તમને યાદ હોતું નથી . તમે ઓફિસમાં કેટલા કલાક બેઠા , દુકાનમાં કેટલું બેઠા તેનો સમય તમે ગણાવી શકશો . પરંતુ તમે કેટલા કલાક બોલતા રહ્યા તેનો હિસાબ તમારી પાસે નથી રહેતો .
જે ગમે , તે બોલો છો તમે . જે મળે તેની સાથે વાત કરો છો . અતડા માણસો અભિમાની ગણાય છે પરંતુ સમજ્યા વિના બોલનારા તો બેકાર ગણાય છે . તમારે પ્લાનિંગ કરવાનું છે . આખા દિવસ દરમ્યાન તમારે કેટલા કલાક બોલવું તેનો નિયમ થઈ શકશે નહીં . તમારે શોધવાનું રહેશે . આખા દિવસ દરમ્યાન તમે કામવગરની વાતો કેટલી કરો છો અને કામની વાતો કેટલી કરો છો ? તમે આખા દિવસ દરમ્યાન પાંચ કલાક બોલતા હશો તો તેમાં કામની વાતો કેવળ અડધો કલાક થતી હશે . નકામી વાતો કરવામાં સાડાચાર કલાકનું ધોવાણ થઈ જાય છે . તમે બોલવાનું છોડી દેશો તો તમારાં કામકાજ અટકી જશે . સાવ બોલવાનું છોડી શકાય તેમ નથી . તમે નકામી વાતો પર અંકુશ બાંધી શકો છો . તમે જે બોલો છો તેનાથી કશું ફલિત થતું ના હોય , તમે જે બોલો તેનાથી કશું નીપજતું ના હોય તો નહીં બોલવાનું , તમારે .
જે બોલ્યા વગર ચાલે તેમ નથી એટલું જ બોલો . મહાભારતમાં દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંને રાજાઓની રાજ ચલાવવાની આવડત સારી હતી , તેમ જણાવ્યું છે . ફરક ક્યાં હતો ? દુર્યોધનને ખૂબ બોલવાની આદત હતી . યુધિષ્ઠિર મિતભાષી હતા , થોડું બોલતા . દુર્યોધનને બોલ બોલ કર્યા વગર ચાલતું નહીં તેથી તે સત્યવાદી ના બની શક્યો . યુધિષ્ઠિરજી ઓછું બોલતા , સમજીને બોલતા માટે તે સત્યવાદી બની શક્યા . તમે બોલવાની બાબતમાં તમારી જીભ પર કાબૂ નહીં રાખો તો તમે પણ દુર્યોધન બની જશો . સત્યવાદી બનવા માટે જૂઠું ના બોલવાનો અડગ સંકલ્પ રાખવો પડે છે . જેને ઘણું બધું બોલવાની ટેવ પડી ગઈ છે તે આપોઆપ જૂઠું બોલી બેસે છે . બોલવાની જરૂર ન હોય તો ન બોલવું એવી સ્પષ્ટ સમજણ જેણે મનમાં રાખી છે તે જૂઠું બોલે તેવી શક્યતા ઓછી છે . ચાલાકીથી જૂઠું બોલનારા પણ હોય છે . આવા લોકો જૂઠું બોલવા માટે જ ઓછું બોલતા હોય છે . આ સમસ્યા વળી જુદી છે . તમે કેવળ બોલબોલ કરવાની આદતના ચાળે ચડીને જૂઠું બોલી બેસો છો . બોલવામાં લગામ રાખો . સાચા બનો .
યાદશક્તિ એ નિસર્ગનું વરદાન છે , જે આપણી સાથે બને છે તે ભુલાઈ જતું હોય તો જીવન મરવા જેવું બની જાય . તમે ખાઈ લીધા પછી શું ખાધું તે ભૂલી શકો . ખાધું છે અને પેટ ભરાયું છે તે તો યાદ રાખો જ છો અને તો જ બીજા કામ કરી શકો છો . તમે સેંકડો નામો યાદ રાખ્યા છે તે યાદ ન હોય , તમને અગણિત શબ્દ મોઢે છે તે યાદ ન હોય તમને દરેક અનુભવમાંથી મળેલો બોધપાઠ યાદ ન હોય , તમને તમારી કમાણીનો અને ઉઘરાણીનો અને લોનનો આંકડો યાદ ન હોય તો તમારી પાસે શું બચવાનું છે ?
તમને મળેલો પ્રેમ તમે યાદ રાખ્યો છે માટે જ તમે પરિવારને સાચવો છો . પ્રેમ ભૂલી જશો તો ઘેર જવાનું મન જ નહીં થાય . તમે આદરેલાં કામ આગળ ચલાવવાના છે તે તમને યાદ છે માટે જ તમે દુકાને કે ઓફિસે જાઓ છો . જવાબદારીના કામ ભૂલી જશો તો ઘેર પડ્યા રહેશો .
તમે યાદ રાખી શકતા ન હોત , જે જોયું કે મળ્યું કે સાંભળ્યું તે તરત ભૂલી જતા હોત તો તમે જડ અને જુદા હોત . તમે સમજદાર છો અને તમારું વ્યક્તિત્વ વજનદાર છે કેમ કે તમે બધું યાદ રાખી શકો છો . યાદ રાખવાની મહાન્ શક્તિને તમે શેમાં વાપરો છો ? તમે ભૂતકાળમાં બનેલું હતું તે બધું યાદ કરો છો . પરંતુ નકામું જ વધારે યાદ રાખો છો . સારું હોય તે યાદ રાખતા નથી . ભૂતકાળમાં નઠારું હતું તે ઘણુંય યાદ છે . ભૂતકાળ બદલાતો નથી . ભૂતકાળ દ્વારા દુઃખ પામવા કે સુખ મેળવવા તે આપણા હાથમાં છે . વીતી ગયેલા વરસોને અને જેમાં ફેરફાર થવાનો નથી તે ભૂતકાળને યાદ કરીને પસ્તાવો પણ થાય છે . કેવી રીતે ? આ રીતે કર્યું હોત તો આમ થાત . આ ન કર્યું માટે આમ થયું . અને આમ કર્યું માટે આમ થયું . ભૂતકાળ તરફથી આવતી આ બળતરાનો કશો જ મતલબ નથી . રડો કે માથું પછાડો . ભૂતકાળમાં જે થયું તે નહીં જ બદલાય . જે તમે કર્યું તેનો પડઘો પણ પડ્યા જ કરશે .
ભૂતકાળને યાદ કરીને વૈરની જ્વાળા જીવતી રાખવાનો પણ મતલબ નથી . ભૂતકાળ તમને અડે છે તે નક્કી છે . ભૂતકાળ તમને નડે તે જરૂરી નથી . ભૂતકાળની ભૂલ નડે , ભૂતકાળનો ડંખ ન નડવો જોઈએ . ભૂતકાળને માફ કરી દો . ભૂતકાળ બદ્દલ તમારી જાતને માફ કરી દો . ભૂતકાળને યાદ કરતાં રહેશો અને તેની પદ્ધતિ ખોટી જ હશે તો તમે તમારા હાથે દુઃખી થયા જ કરશો . તમને ભૂતકાળ તરફથી નવું કશું મળવાનું નથી . જે બન્યું તે હવે ત્યાં જ ભલે પડી રહ્યું . ભૂતકાળનો સોજો ચડશે કે ભૂતકાળ બોજો બનીને માથે ચડશે તો તમારા ફાળે દુઃખ જ છે .
તમે ભૂતકાળમાં બનેલાં સુખ અને સંતોષના પ્રસંગો સતત યાદ કરો . નાની નાની હસવા જેવી મીઠી વાતો , સફળ બનેલા ત્યારે મળેલો જુસ્સો , એકલે હાથે જીતેલી બાજી , એકાગ્ર બનીને માણેલા સંતોષના દિવસો , થાક પછીની નિરાંત ભરી ઊંઘ , ભરપૂર સફળતાની પાછળ રહેલું સદ્ ભાગ્ય , ભૂતકાળમાં ઘણું બધું સારું બન્યું છે . ભૂતકાળમાં ઘણું મેળવ્યું છે . ભૂતકાળમાં ક્યાંકથી છૂટકારો પણ થયો છે . ભૂતકાળમાં નિખાલસ હાસ્ય મળ્યું છે . ભૂતકાળમાં એવું અને એટલું સુંદર સુંદર મળ્યું છે કે યાદ કરતાં રહો તેમ રોમાંચ વધતો રહેશે . ભૂતકાળ તમારો શેઠ નથી . ભૂતકાળ તમારો અનુયાયી છે . એને તમારી પાછળ રાખો . એને સાથે ને સાથે રાખ્યા કરશો તો તમે ભૂતકાળમાંથી બહાર આવી નહીં શકો .
દુકાનો અને કંપનીઓ સારા માલના આધારે ચાલે છે . ખરાબ માલ વેંચનારી દુકાન કે કંપની બજારમાં શાખ ગુમાવે છે . ઘરાકો અને એજન્ટોને સારો માલ આપવાથી વિશ્વાસપાત્રતા વધે છે . ખરાબ માલ આપનારી દુકાન અને કંપની , ઘરાકો અને એજન્ટોને ગુમાવે છે . ખરાબ માલનું વેચાણ દુકાન અને કંપનીને નુકશાનમાં ઉતારી દે છે .
તમારો સ્વભાવ એ કંપની છે . તમારો વહેવાર એ પ્રોડક્શન છે . તમારી ભાવનાઓ તમારી દુકાન છે . તમારી રજૂઆત એ તમારો માલિક છે . તમારી સમક્ષ આવનારા લોકોને તમારા વહેવાર કે તમારી રજૂઆતમાંથી હંમેશા મધુરતા મળવી જોઈએ . તમે જેમની સાથે બોલો છો તેમને તમારા શબ્દો દ્વારા કડવાશ મળી હોય તો તમે ખરાબ માલ વેચી રહ્યા છો . તમારા વહેવારથી તમારી વાતોથી , તમારા શબ્દોથી સામા માણસને દુઃખ પહોંચ્યું હોય તો તમે તમારી કંપનીની આબરૂને બગાડી છે .
તમે પાછળની તરફ નજર નાંખો . તમારી સાથે સતત જીવી રહેલા સ્વજનોને તમે સારો માલ આપ્યો છે કે ખરાબ માલ આપ્યો છે . દુકાનમાં થોડો ખરાબ માલ આવી જાય તો અજાણ્યા માણસને હળવેથી પધરાવી દો છો . જોકે , ખરાબ માલ આ રીતે પણ વેચાય નહીં . પણ , સમજો કે એ રીતે પધરાવી દો છો તો એ વખતે પણ તમને યાદ હોય છે કે મારે આ કચરો નિયમિત ઘરાકને આપવાનો નથી . ખરાબ માલ નિયમિત ઘરાકને આપશો તો એ આવતો બંધ થઈ જશે . તમને નુકસાન થશે . ખરાબ શબ્દો અને ખરાબ વર્તન આપણા નિયમિત ઘરાકોને એટલે કે સ્વજનોને આપતી વખતે તમને આ માર્કેટિંગ ફોર્મ્યુલા યાદ નથી રહેતી .
તમે અધિકારની ભાષામાં વાત કરો છો . તમે હક જમાવો છો . તમારી દાદાગીરી જબરી હોય છે . તમે સામા માણસને ગાંઠતા જ નથી . તમે તમારું જ વિચારો છો . સામા માણસનું વિચારતા જ નથી . સરવાળે તમારા દ્વારા બીજાને દુઃખ પહોંચ્યા કરે છે . તમે તમારા ખરાબ પ્રોડક્શનને શોધી કાઢો . તમારા સ્વજનોને તમે વારંવાર અપશબ્દો ઉચ્ચારીને દુભાવતા રહ્યા છો . તમારા સ્વજનોના કાળજે ડામ ચંપાય તેવી વાણી તમે ઓચરતા રહ્યા છો . તમને , તમે ગુસ્સો કર્યો છે તે યાદ નથી . તમને , એ માણસોને પહોંચેલા જખમોનો કોઈ જ અહેસાસ નથી . તમે તમારી જિંદગીની દુકાનમાંથી ખરાબ માલ વહેંચીને તમારી દુકાનને જ નુકશાન પહોંચાડી રહ્યા છો .
કદાચ , તમે તમારા પતિ કે પત્નીને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારી માતા કે બાપને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા ભાઈ કે બેનને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા દીકરા કે દીકરીને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા જમાઈ કે વહુને ખરાબ શબ્દો કહ્યા છે .
તમારા ખરાબ શબ્દોએ તમારી ગુણવત્તા બગાડી છે . તમારા આક્રોશે તમારી મીઠાશને ખાખ કરી છે . તમારા રોષે તમારા પ્રેમનું બાષ્પીભવન કર્યું છે . તમારી રજૂઆત અને તમારી વાતો દ્વારા તમે બીજાને હેરાન કર્યા છે અને એ રીતે તમારી જાતને તમે નુકશાન કર્યું છે . તમારા દ્વારા તમારા સ્વજનો કેટલી બધી વાર દુઃખી થયા છે તેનું તમને ભાન નથી . તમે આપેલાં દુઃખોની દુનિયા બહુ મોટી છે . તમારા સ્વજનો તમારી આ ઉગ્રતા ખમીને તમારી સાથે રહે છે તે એમનો બહુ મોટો ઉપકાર છે .
