धर्म चिंतन - ४ कोई तुम्हारी श्रद्धा को तोडना चाहता है . तुम भगवान् को प्रेम करते हो वह उसे पसंद नहीं है . तुम गुरु भगवंतों को प्रेम करते हो वह उसे पसंद नहीं है . तुम धर्मक्रियाओं को प्रेम करते हो वह उसे पसंद नहीं है . तुम श्रद्धा रखते हो वह उसे पसंद नहीं है . तुम भारतीय संस्कार को प्रेम करते हो वह उसे पसंद नहीं है . वो चाहता है कि तुम भगवान् से , गुरु भगवंतों से , धर्मक्रियाओं से , श्रद्धा से एवं भारतीय संस्कार से दूर हो जाओ . कौन है वह जो आप को धर्म से वंचित रखना चाहता है ? वह एक सिस्टम है : मनोरंजन उद्योग का सिस्टम . मनोरंजन उद्योग को कुछ माफिया लोग चलाते हैं . ये माफिया लोग - भारतीय मंदिर मार्गी श्रद्धा को , भारतीय संस्कृति के आचार विचार को , भारतीय इतिहास के सत्यनिष्ठ तथ्यों को नफरत करते हैं . ये माफिया लोग , ऐसी कहानी - ऐसे डायलोग्स - ऐसे गीत पेश करवाते हैं जिससे आप की अपनी श्रद्धा कमझोर होने लगें . तुम ने तुम्हारे घर के ड्राइंगरूम में मनोरंजन की जो व्यवस्था फीट करके रखी है उसी के जरिए - तुम्हे भगवान् से दूर रखने की साजिश हो रही है , तुम्हे गुरु भगवंतों से दूर रखने की साजिश हो रही है , तुम्हे धर्मक्रियाओं से दूर रखने की साजिश हो रही है , तुम्हारी श्रद्धा को खत्म करने की साजिश हो रही है , तुम्हारे भारतीय संस्कार को क्षतविक्षत करने की साजिश हो रही है . तुम्हारे घर की नयी जनरेशन को इस साजिश से बचाने की जिम्मेदारी तुम्हारी है . तुम स्वयं बचो . तुम नयी जनरेशन को बचा लो .
आप के वचन से धर्मात्माओं की
उत्साह वृद्धि होनी चाहिए .
आप के वचन से धर्मात्माओं का
उत्साह भंग नहीं होना चाहिए .
जिस के वचन से
धर्मात्माओं की उत्साह वृद्धि होती है
वह पुण्य उपार्जित करता है .
जिस के वचन से
धर्मात्माओं का उत्साह भंग होता है
वह पापबंध करता है .
जो नया नया धर्म कर रहा है ,
जो अच्छे से धर्म कर रहा है ,
जो धर्म की कोई जिम्मेदारी
संभाल रहा है
उस का उत्साह भंग आप
अपनी वाणी से कभी भी मत करना .
पू.मुनिराज श्री प्रशमरतिविजयजी म .
तेरा एक जैन भाई है चिंता में
आके थाम ले तूं हाथ
भाई है तेरा भाई है तेरा
भाई है तेरा थाम ले तूं हाथ
तेरी एक जैन बहना है चिंता में
आके थाम ले तूं हाथ
बहना तेरी बहना तेरी है वो
आके थाम ले तूं हाथ
तेरा एक जैन भाई है चिंता में
आके थाम ले तूं हाथ…..
वो आपदा में है
वो सह न पाए रह न पाए कह न पाए रे
जाने क्यां होगी बात जो उसको सताए रे
एक बार क्यूं ना तूं उसे गले लगाए रे
तेरा भाई है वो तेरी बहना है वो
तूं आगे आके सच्चे दिल से दे दे अपना साथ
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . १
बडा कष्ट का है काल
कहीं अन्न नहीं है तो कहीं धन भी नहीं है
पीडाएं उस के मन में कंई जाग रही है
आया सुपात्र दान का अवसर ये सही है
तेरा भाई है वो तेरी बहना है वो
तूं सेवा में लगा ही दे अपनी पुरी ही ताकात
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . २
जीव मोक्ष गामी है
वो देव गुरु और धर्म का सम्मान करे रे
वो कष्ट में है फिर भी बोलने से डरे रे
तूं देख उसकी आंख में आंसू हैं भरे रे
तेरा भाई है वो तेरी बहना है वो
तूं उजियारा कर के मिटा दे उस के घर की रात
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . ३
कर जैन की भक्ति
आज जैन की भक्ति में है भगवान् की भक्ति
ये जैन ही श्री संघ है कर संघ की भक्ति
साधर्मिकों की भक्ति है सब से बडी भक्ति
तेरा भाई है वो तेरी बहना है वो
तुझे और उसे देंगे देवर्धि जगत् के नाथ
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . ४
તમારી પાસે અવાજ છે . જનાવર પાસે પણ અવાજ છે . તમારી પાસે શબ્દો છે . જનાવર પાસે શબ્દો નથી . તમે માણસ છો માટે તમારી પાસે બોલવાની આવડત છે . માબાપ દ્વારા બોલવાનું શીખ્યા બાદ તમે એટલું બધું ફાસ્ટ બોલો છો કે માબાપ તમારી સમક્ષ બોલી શકતા નથી . તમારા મોઢે થનારી વાતો દ્વારા તમારું વ્યક્તિત્વ જાહેર થાય છે . તમે સુંદર વાતો કરો છો તો તમે સુંદર વ્યક્તિમતા ધરાવો છો . તમે કડવી વાતો કરો છો તો તમારા દ્વારા તમારી છાપ બગડી રહી છે .
તમે બોલો તે તમારી તાકાત પણ છે અને કમજોરી પણ છે . તમે સાચવીને સારી વાત રજૂ કરો છો તો તમારો શબ્દ તમારી તાકાત બની જાય છે . તમે આડેધડ રજૂઆત કરી દો છો તો તમારો શબ્દ તમારી કમજોરી બની જાય છે . પહેલા વિચારવું , પછી બોલવું આ ઉત્તમ માણસોનું વલણ છે . પહેલાં બોલી નાખવું , પછી વિચારવું આ સાધારણ માણસોનું વલણ છે .
તમે એક દિવસમાં કેટલી વાતો કરો છો તેનો તમારી પાસે કોઈ હિસાબ નથી . ગઈકાલે આખા દિવસ દરમ્યાન તમે કેટલા કલાક બોલ્યા તે તમને યાદ હોતું નથી . તમે ઓફિસમાં કેટલા કલાક બેઠા , દુકાનમાં કેટલું બેઠા તેનો સમય તમે ગણાવી શકશો . તમે કેટલા કલાક બોલતા રહ્યા તેનો હિસાબ નથી રહેતો . જે ગમે , તે બોલો છો . જે મળે તેની સાથે વાત કરો છો . અતડા માણસો અભિમાની ગણાય છે પરંતુ સમજ્યા વિના બોલનારા તો બેકાર ગણાય છે . તમારે પ્લાનિંગ કરવાનું છે . આખા દિવસ દરમ્યાન તમારે કેટલા કલાક બોલવું તેનો નિયમ થઈ શકશે નહીં .
તમારે શોધવાનું રહેશે . આખા દિવસ દરમ્યાન તમે કામવગરની વાતો કેટલી કરો છો અને કામની વાતો કેટલી કરો છો ? તમે આખા દિવસ દરમ્યાન પાંચ કલાક બોલતા હશો તો તેમાં કામની વાતો કેવળ અડધો કલાક થતી હશે . નકામી વાતો કરવામાં સાડાચાર કલાકનું ધોવાણ થઈ જાય છે . તમે બોલવાનું છોડી દેશો તો તમારાં કામકાજ અટકી જશે . સાવ બોલવાનું છોડી શકાય તેમ નથી . તમે નકામી વાતો પર અંકુશ બાંધી શકો છો . તમે જે બોલો છો તેનાથી કશું ફલિત થતું ના હોય , તમે જે બોલો તેનાથી કશું નીપજતું ના હોય તો નહીં બોલવાનું , તમારે . જે બોલ્યા વગર ચાલે તેમ નથી એટલું જ બોલો .
મહાભારતમાં દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંને રાજાઓની રાજ ચલાવવાની આવડત સારી હતી , તેમ જણાવ્યું છે . ફરક ક્યાં હતો ? દુર્યોધનને ખૂબ બોલવાની આદત હતી . યુધિષ્ઠિર મિતભાષી હતા , થોડું બોલતા . દુર્યોધનને બોલ બોલ કર્યા વગર ચાલતું નહીં તેથી તે સત્યવાદી ના બની શક્યો . યુધિષ્ઠિરજી ઓછું બોલતા , સમજીને બોલતા માટે તે સત્યવાદી બની શક્યા . તમે બોલવાની બાબતમાં તમારી જીભ પર કાબૂ નહીં રાખો તો તમે પણ દુર્યોધન બની જશો . સત્યવાદી બનવા માટે જૂઠું ના બોલવાનો અડગ સંકલ્પ રાખવો પડે છે . જેને ઘણું બધું બોલવાની ટેવ પડી ગઈ છે તે આપોઆપ જૂઠું બોલી બેસે છે . બોલવાની જરૂર ન હોય તો ન બોલવું એવી સ્પષ્ટ સમજણ જેણે મનમાં રાખી છે તે જૂઠું બોલે તેવી શક્યતા ઓછી છે .
ચાલાકીથી જૂઠું બોલનારા પણ હોય છે . આવા લોકો જૂઠું બોલવા માટે જ ઓછું બોલતા હોય છે . આ સમસ્યા વળી જુદી છે . તમે કેવળ બોલબોલ કરવાની આદતના ચાળે ચડીને જૂઠું બોલી બેસો એ ગડબડ કહેવાય . બોલવામાં લગામ રાખો . સાચા બનો .
બીજા તમને સમજાવે અને ખોટા પૂરવાર કરે તે તમારા અહંને સ્વીકાર્ય નથી . તમે એકલા હાથે સમજી શકતા નથી . તમે ખોટા છો અને તમે ભૂલ કરો છો તેવું તમને પોતાને દેખાતું નથી . તમારું ખોટાપણું અને તમારી ભૂલ બીજાનાં મોઢે સાંભળતી વખતે તમને કડવું લાગે છે . તમે દરેક બાબતમાં સ્વતંત્ર છો . તમે ખોટા રહેવા માંગતા જ હો તો તમારી પાસે તેવા રહેવાની સ્વતંત્રતા છે . તમે ભૂલ કરવા માટે સદાના સ્વતંત્ર છો .
તમારી સ્વતંત્રતા પર કોઈનો હસ્તક્ષેપ થાય તે તમને નથી ગમતું . તમે સ્વતંત્ર રહેવા માંગો છો અને તમારી ભૂલને લીધે સતત પૂરવાર થયા કરે છે કે તમારી સ્વતંત્રતાનો તમે યોગ્ય ઉપયોગ કરતા નથી . તમે સ્વાધીન છો અને મૂરખ ઠરી રહ્યા છો . તમારે એકલાં એકલાં વિચારવું . તમને કોઈ જ કાંઈ જ ન કહે તો તમે મૂર્ખામીઓ કર્યા જ કરો છો . તમારી લાગણીઓને વ્યક્ત કરવાની તમારી પદ્ધતિને જુઓ . તમે તમારી રીતે જ મનફાવે તેવું બોલો છો . સામા પક્ષે દુઃખના ઘણ જેમને વાગતા હતા તે આ પદ્ધતિ બાબત તમને સમજાવતા રહ્યા . તમે સમજતા ગયા તેમ તમારી આ પદ્ધતિ બદલાતી ગઈ .
તમારી ભૂલ હતી . તમને ખબર નહોતી . તમને સામી વ્યક્તિએ જણાવ્યું . તમને એ ખરેખર સમજાયું . તમે થોડો ફેરફાર કર્યો . એક વાત એ છે કે તમે જે કરો છો તે કરવા માટે તમે સ્વતંત્ર છો . બીજી વાત એ છે કે તમે જે કરો છો તેમાં ફેરફાર કરવા માટે પણ તમે સ્વતંત્ર છો . તમે કોઈ કામ છોડી દો કે કોઈ કામ શરુ કરો તે વખતે તમારી બીજી સ્વતંત્રતાની ભાવના ઘવાતી નથી . તમે ભૂલને સમજી ન શકો , તમે પોતાને જ સાચા માણસ માનીને ચાલો તો સ્વતંત્રતાની ભાવના નડે .
તમે નાના બાળક નથી . તમે પથારીવશ વૃદ્ધ નથી . તમે કાર્યક્ષમ વ્યક્તિ છો . કોઈ તમને દબાવીને કે દબડાવીને કામ કઢાવી લે તેવા કમજોર તમે નથી . તમે બદલાઈ શકો છો . અનુકૂલન શબ્દ મજાનો છે . રબરને દબાવો તો એ ઓછી જગ્યામાં રહે છે . રબરને ખેંચો તો વધારે જગ્યા રોકે છે . રબર એમને એમ પડ્યું હોય તો સામાન્ય જગ્યા રોકે છે . તમારી પાસે આવી ગોઠવાઈ શકવાની આવડત છે .
તમને ભૂલ બતાવીએ તો તમે સ્વીકારી શકો છો . તમને ટેકો ન આપીએ તો તમે એકલા હાથે લડી શકો છો . તમે બીજાનો સાથ મળે તો દશગણો જુસ્સો બતાવી દો એમ છો . તમારી સ્વતંત્રતાની અનુભૂતિ તમને બધું જ કરવાની તાકાત આપે છે . તમે દબાયેલા રહો , છૂપાડતા રહો , શરમાતા રહો અને તમારી સ્વતંત્રતાને અન્યાય થતો જ રહે .
તમારી સમક્ષ થતી રજૂઆતને તમે કંઈ રીતે મૂલવો છો તે પણ પ્રશ્ન છે . તમને કોણે કહ્યું અને કેવી રીતે કહ્યું તે જ વિચારતા રહેશો તો સ્વતંત્રતા તમને ખોટી દિશામાં લઈ જશે . તમે જે જાણ્યું તે તમને શું કામ જણાવવામાં આવ્યું તે વિચારશો તો તમે તમારી સ્વતંત્રતા પાસેથી જ હિંમત મળશે .
તમે ધંધો કર્યો . તમે સ્વતંત્ર હતા . તમે નુકશાનકારી નિર્ણય લીધો . તમે સ્વતંત્ર હતા . તમે હવે નુકશાન જોઈ રહ્યા છો . તમે એ નુકશાન ભોગવવા સ્વતંત્ર છો . તમારે એ નુકશાન વેઠવું હોય તો તમને કોઈ રોકતું નથી , તમને . એ નુકસાનમાંથી બહાર આવવું છે તો એ નુકસાન સામે લડવા માટે તમે સ્વતંત્ર છો . પરિણામ નક્કી કરવા માટે તમે સ્વતંત્ર નથી . તમે નુકશાન ટળી જાય તે પછી ભૂલનું પુનરાવર્તન થાય તે માટે સ્વતંત્ર છો .
તમારી આ સ્વતંત્રતા જ તમને પરિવર્તન માટેની હૂંફ ને હિંમત આપે છે . તમે ભગવાન નથી . તમે ઇન્સાન છો . તમે તકલીફો આવે તેમાંથી બહાર આવી શકો છો . તમે ભૂલો થાય તેને બદલી શકો છો . તમે ભૂલ કરી તે મહત્વનું નથી . તમારી પાસે ભૂલ સુધારી લેવાની સ્વતંત્રતા છે તે મહત્ત્વનું છે .
તમારાં માથે તડકો પડે છે . અસહ્ય ઉકળાટ છે . પગ દાઝી રહ્યા છે . તમે દૂર એક ઝાડને જોયું . તમે ઝડપથી એ ઝાડ નીચે પહોંચી ગયા . તમને છાંયડો મળે છે . તમે હાશકારો અનુભવો છો . છાંયડો સ્વતંત્ર નથી . છાંયડો તડકાની પાછળ પાછળ આવે છે . તડકો આગ જેવો છે . છાંયડો બાગ જેવો છે . તડકા સાથે આવનારો છાંયડો તડકાથી તદ્દન વિપરીત છે . તડકો સોનેરી છે . છાંયડો કાળો ઘટ્ટ છે . તડકો ભડભડતો હોય છે . છાંયડો શીતળ હોય છે .
તમે છાંયડાને જોઈને વિચારજો . તમે તડકા જેવા કે છાંયડા જેવા ? તડકો અજવાળું આપે છે તે સારું પાસું . ઉજાસ આપવાના અભિમાનમાં તડકો આકરો બની જાય છે તે ઉધારપાસું . છાંયડો આકરો નથી . છાંયડો અંધારું નથી . છાંયડામાં બેસીને નિર્દોષ કોયલ મીઠો ટહુકો કરે છે . છાંયડે ખાટલો ઢાળીને આરામ કરવાનો રિવાજ જુના જમાનામાં હતો . તમારે છાંયડો બનવાનું છે . તમે પરિવાર સાથે બેસો છો . છાંયડો બનવું હોય તો તમારે બે કામ કરવાના રહેશે . બચાવી લો અને બચાવ કરો .
ઘરનું માણસ ભૂલ કરતું હશે . તમે તે જોઈ શકશો . તમે તેને કહી નહીં શકો તો એ ફસાઈ જશે . તમે એને કહો તે પહેલાં એના હાથે ભૂલ થઈ જ ગઈ . તે ખાડામાં પડી ગયો . તમે વડીલ છો . તમે એની પાસે જજો . એને ઠપકો નથી આપવાનો . એની પાસે બેસજો . એને હિંમત આપજો . ભૂલનું કડવું પરિણામ એના માથે વાગ્યું જ છે . તમે એને એમ કહેશો કે અમે તો પહેલેથી કહેતા હતા , તો એને નવો જખમ લાગશે . તમારે એનાં દુઃખમાં વધારો નથી કરવાનો . એની ભૂલની તમારે સજા કરવાની નથી . તમારે એનાં દુઃખમાં સહાનુભૂતિ પૂરી પાડવાની છે . તમે એની સાથે વાત કરશો તેમાં કોઈ જ ફરિયાદ નહીં હોય . તમારી વાતમાં કેવળ સધિયારો હશે . એ પડી ગયો છે . એને પગે વાગ્યું છે . એ ચાલવાને બદલે દોડ્યો માટે પડ્યો છે . તેની ભૂલ છે . પણ હવે એ પટકાયો છે તો એને નવી લાત મારવાની ના હોય . હવે એને સાચવી લો . એ તમારો પ્રેમ જોઈને આપોઆપ પોતાની ભૂલને સમજશે .
બીજી વાત . એની ભૂલ બદલ એને કોઈ ઠપકો આપવા આવે તો તમે એનો બચાવ કરજો . તમારે એની ભૂલનો બચાવ નથી કરવાનો . તમારે પેલા ઠપકા આપનારાને રોકવાનો છે . ઠપકો મળે તો એનું દુઃખ વધશે અને એ ભૂલમાંથી બહાર આવવાને બદલે ભૂલની તરફેણ કરશે . તમારી વાત કેવળ એટલી જ છે કે તમારે એને ભૂલમાંથી બચાવવો છે માટે તમે એને વિશેષ પ્રેમ , વિશેષ લાગણી આપો છો . કોઈને ઠપકો આપતા રોકજો . એને ભૂલમાં જે તકલીફ પડી છે તેમાં સાચવી લેજો . ત્યારબાદ એની સાથે પ્રેમાળ વાતો કરજો . એને આ ભૂલ ફરીવાર ન કરવાની ભલામણ કરજો . એ ભૂલ કરે છે માટે તેની સાથે ઝગડો થાય છે તેવું વાતાવરણ ના બનાવશો .
તમે ભૂલ કરનારી ઘરની વ્યક્તિને સાચવી લેજો . એને ભૂલને લીધે પડેલી તકલીફમાંથી બચાવી લેજો . એને ભૂલમાંથી બહાર લાવવા પ્રેરણા આપજો . એને એને બીજા કોઈનો ઠપકો ન મળે તેવી રીતે બચાવજો . આ પ્રેમ તેને ભૂલમાંથી ઉગારી લેશે . મોટો વડલો જ છાંયડો આપી શકે છે . વડીલની જ આ જવાબદારી છે . વડીલ અને જવાબદાર વ્યક્તિ છાંયડો પાથરે તો લાભ જ લાભ છે .
સંબંધે સંબંધે ભૂલની વ્યાખ્યા બદલાય . તમારાં મનમાં કોઈ સંબંધ વિશે કોઈ અસંતોષ હશે તો એનાં મૂળ તમે ધારો તેથી વધુ ઊંડા હશે . તમારો સંબંધ કદી પરિપૂર્ણ હોઈ શકે નહીં . તમે અને તમારા સંબંધી , એમ બે અંતિમ વચ્ચેની દોરી એ જ સંબંધ છે . તમે માણસ છો , ભગવાન્ નથી . એ માણસ છે , ભગવાન્ નથી . ભૂલ તો થશે જ . ભૂલની સમજણ પડે તે પહેલાં ભૂલને લીધે ગેરસમજ ઊભી થઈ જશે . તમે તમારી ભૂલ સુધારી લો તો પણ તમારા માટેની ગેરસમજ ભૂંસાય નહીં તેવું બને .
તમે એક ભૂલમાંથી બહાર આવી ગયા છો અને એ ભૂલને લીધે તમારા વિશે ઊભી થયેલી ગેરસમજથી તમારા સ્વજન બહાર નથી આવ્યા . તમારી હાલત કફોડી છે . તમે ભૂલની માફી માંગી લીધી છે અને તમને એ જ ભૂલની સજા કરવામાં આવે છે . તમે ભૂલનો ખુલાસો કરી લીધો તો પણ તમને ગુનેગાર માનવામાં આવે છે . તમારા નજદીકના સંબંધમાં આવી બે પાંચ ભૂલો અને એકાદ – બે ગેરસમજ આવી ગઈ છે જે તમને સતત ટેન્શનમાં રાખે છે .
તમે ભૂલથી પણ કંટાળો છો અને સજાની સામે તમે વિદ્રોહ કરી બેસો છો . ન ઘરના રહો છો , ન ઘાટના . તમે તદ્દન એકલા પડી જાઓ છો . ફરીવાર ભૂલ નથી કરવાના . તમે તેની ખાતરી આપી શકો તેમ છો . તમે ભૂલ સાથેનો નાતો તોડી જ ચૂક્યા છો . તમે ભૂલ કરી હોય તો પણ તમે સારા છો તેવું તમારે સાંભળવું છે . તમે ભૂલ કરી તેને લીધે તમે નકામા નથી બની ગયા તેવો વિશ્વાસ તમને જોઈએ છે . તમે ભૂલ કરી તેનો તમે બચાવ નથી કરવા માંગતા . પરંતુ તમારી ભૂલને એક કમનસીબી તરીકે ભૂલી જવાય તે તમને ગમે છે . તમે ભૂલ સુધારી તે મહત્વનું નથી . તમે ભૂલ કરી તેને માફ કરી દેવામાં આવી છે તેવું તમારે સાંભળવું છે . તમે પ્રામાણિક છો માટે ભૂલ કબૂલી . તમે પ્રામાણિક છો માટે ભૂલમાંથી બહાર આવ્યા . હવે તમારા સ્વજનો પાસેથી તમારી અપેક્ષા શું છે તે વિચારો . ભૂલને ગૌણ ગણીને બાજુ પર મૂકી દેવાય તે તમારી લાગણી છે .
તમારી ભૂલને પંપાળવાની વાત નથી . તમારી ભૂલને યાદ ન રાખવાની વાત છે . તમે ભૂલ કરી તે વખતના સંયોગો જુદા હતા . આજના સંયોગો જુદા છે . તમારી ભૂલની શરૂઆત ખોટી હતી . તમે ત્યારે ખરેખર થાપ ખાધી અને વધુપડતું વેતરી બેઠા . આજે તમને જે સમજાય છે તે ત્યારે સમજાયું હોત તો એ ભૂલ થઈ જ ન હોત . તમને ન સમજાયું તે ભૂતકાળ છે . આજે તમને કંઈક સમજાઈ રહ્યું છે તે વર્તમાન છે . ન સમજાયું તેની ફરિયાદ પૂરી થઈ ગઈ તે સાથે જ ભૂલ નામની ઘટના ખતમ થઈ ગઈ .
તમારી સમજણ તમે સુધારી રહ્યા છો તે બતાવવાની ફરજ તમારી છે . એટલું જ નહીં તમે ખરેખર ખોટી સમજમાંથી બહાર આવી શકો તે તમારી માટે અગત્યનું છે . તમે ખુલાસો કરીને છટકવા માંગો તે ખરાબ . તમે ખુલાસો કરીને ભૂલથી અટકવા માંગો તે સારું . તમારાં મનની સચ્ચાઈ માટે તમે ભૂલને ઓળખી લો . તમે એ ભૂલને લગતી વિચારણામાં તટસ્થ બની જાઓ . તમારી જાતને એ ભૂલમાંથી બહાર કાઢવાનું સાચું વચન આપો . તમે તમારી જાત સાથે આટલી હદે સ્પષ્ટ થઈ જાઓ તે પછી સામી વ્યક્તિને , સ્વજનને તમારી માટેની શું ભાવના છે તે ઓળખવા માંડો . તેમની ભાવનામાં જામી ગયેલી ગેરસમજને દૂર કરવા તમે પ્રયાસ કરો .
તમે ગેરસમજને દૂર તો જ કરી શકશો જો તમે ભૂલને દૂર કરી શકશો . તમે ભૂલને ભૂંસ્યા પછી ગેરસમજને દૂર કરવા બેસશો તો તમારો ખુલાસો માન્ય થશે અને તમને સાચો દિલાસો મળશે . ભૂલ થયા પછી ખુલાસો કરીએ તે તમારી જવાબદારી . ભૂલ થઈ ગઈ તે બદલ દિલાસો આપે તે તમારા સ્વજનની જવાબદારી . તમારો ખુલાસો મજબૂત હશે તો તમને દિલાસો મજબૂત મળશે .
